મહીસાગર જિલ્લામાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ, તંત્ર બન્યું સતર્ક
મહીસાગરઃ જિલ્લામાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ આવ્યા છે. જેથી તંત્ર સતર્ક બન્યું છે અને જે વિસ્તારમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી મેડિકલ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં વધુ 2 રિપોર્ટ પોઝિટિવ આવતાં જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 132 પર પહોંચી છે. જિલ્લામાં નવા આવેલા 2 કેસમાં સંતરામપુરના 72 વર્ષીય પુરૂષ અને ખૂટેલાવ ગામની 62 વર્ષીય મહિલા સામેલ છે.