અમદાવાદમાં BRTS બસે બાઈક સવારને અડફેટે લેતાં 2 ના મોત, લોકોમાં આક્રોશ - BRTS bus accident in Ahmedabad
અમદાવાદ: પાંજરાપોળ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. યુવાનોએ હેલમેટ પહેર્યા હોવા છતા પણ મોત થતા શહેરમાં ચર્ચાએ જોર પકડ્યુ છે. BRTS બસને બાઈકને અડફેટે લેતા ઘટનાસ્થળે જ બે લોકોના મોત થયા છે. જેથી લોકો રોષે ભરાયા હતા અને બસમાં તોડફોડ કરી હતી. બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.