હળવદના કવાડિયા ગામ નજીક કાર પલ્ટી, 2ના મોત - Morbi News
મોરબીઃ હળવદ હાઈવે પર આવેલ કવાડિયા ગામના પાટિયા પાસે એક કાર પલ્ટી મારી જતા 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ધાંગધ્રા તાલુકાના રામપરા ગામેથી હળવદ તાલુકાના કવાડિયા ગામે ઠાકોર પરિવાર જાન લઈને આવ્યા હતા. બાદમાં બપોરના સમયે જાનૈયાઓ કોઈ કામ અર્થે હળવદ ગયા હતા. ત્યારે કવાડિયા ગામના પાટિયા પાસે કાર આડે પશુ ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. .