ઘોઘાવદર પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં બે ના મોત, 4 ઇજાગ્રસ્ત - 2 cars accident near Ghoghavadar
રાજકોટ: ગોંડલ અને ઘોઘાવદર વચ્ચે 2 કાર સામ સામે અથડાતા બાળક, મહિલા સહિત 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતાં. આ ઘટનાને લઇને ઇજાગ્રસ્તોને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની પ્રાથમિક સારવાર બાદ 4 વ્યક્તિઓને ગંભીર ઇજા હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં.