કસ્ટમ ડિપાર્ટમેન્ટની ટીમે 2 મુસાફરોની 700 ગ્રામ સોના સાથે કરી ઘરપકડ - Jayant Sahaska, Additional Commissioner of Customs
નવી દિલ્હીઃ IGI એરપોર્ટની ટર્મિનલ-3 પર કસ્ટમ ડિપાર્ટમેન્ટની ટીમે અબૂ ધાબીથી દિલ્હી આવ્યાં હતાં. કસ્ટમ ડિપાર્ટમેન્ટની ટીમે 2 ભારતીય હવાઈ યાત્રીઓેને 700 ગ્રામ સોનાની સાથે ગિરફ્તાર કર્યા હતા. કસ્ટમની એડિશનલ કમિશ્નર જયંત સહાયના જણાવ્યા અનુસાર, જ્યારે બંન્ને યાત્રિકો દ્વારા ગ્રીન ચેનલ ક્રૉસ કરતા હતા ત્યારે કસ્ટમ આધિકારીઓને તેના પર શંકા થતા યાત્રાળુઓને રોકીને તેના સરનામાની તપાસ કરી હતી. જેમા તેની પાસેથી સોનાની 6 ચેન મળી હતી. જેની કિંમત 27 લાખ 97 હજાર હતી. પૂછતાછ કરતા યાત્રિકોએ જણાવ્યું હતું કે, તે છેલ્લી મુસાફરીમાં પણ આશરે 50 લાખ સોનાની સ્મગલિંગ કરી ચુક્યા હતા. કસ્ટમ વિભાગે આરોપી પાસેથી ઝડપાયેલા સોનાને કસ્ટમ સેક્શન 110 હેઠળ જપ્ત કર્યુ હતું. ત્યારબાદ કલમ 104 હેઠળ બંને આરોપીઓની ધરપકડ કરી છે.