માંગરોળની સર્વોદય સેવા સંસ્થા દ્વારા 1500 લોકોને મેડિકીટનું વિનામૂલ્યે વિતરણ કરાયું - Babu Vaja
જૂનાગઢ : માંગરોળની સર્વોદય સેવા સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી માંગરોળમાં સેવાકીય કાર્યો કરી રહી છે. ત્યારે શુક્રવારે સર્વોદય સેવા સંસ્થા દ્વારા 1500 લોકોને વિના મૂલ્યે નાશ મશીન, ઉકાળો અને એલોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં 60 વર્ષથી ઉપરની ઉંમરના 1500 લોકોને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, પોરબંદરના સાંસાદ રમેશ ધડુક, માંગરોળના ધારાસભ્ય બાબુ વાજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.