પૂર્વ આફ્રિકા અને દક્ષિણ એશિયાના વિવિધ 15 સહભાગીઓ મહિલા સશક્તિકરણ સંદર્ભે ભારતની મુલાકાતે - સેલ્ફ એમ્પ્લોયેડ વુમન association
અમદાવાદઃ સેલ્ફ એમ્પ્લોયેડ વુમન association સેવા અને 18 રાજ્યોની ૧૮ લાખ મહિલા કામદારોના રાષ્ટ્રીય સંગે ઇથોપિયા રવાન્ડા અને પોતાના 15 સહભાગીઓ માટે મહિલાઓની આર્થિક સશક્તિકરણ 15 દિવસીય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સહભાગીઓ સરકાર અને નાગરિક સમાજ એમ બંને સંસ્થાના હતા. આ તાલીમ કાર્યક્રમનો ઉદ્દેશ મહિલાઓના આર્થિક સશક્તિકરણને કેવી રીતે પ્રાપ્ત કરવું, તે વિશે દક્ષિણ એશિયા અને પૂર્વ આફ્રિકાના પરસ્પર શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. જેનાથી આખું કુટુંબ આત્મનિર્ભર બને તદુપરાંત સરકારના બે મુખ્ય કાર્યક્રમો આયુષ્યમાન ભારત અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન પર કેવી રીતે વિચારે છે અને કામ કરે છે તેનાથી પરીચિત કરાવવાનું હતું. સહભાગીઓ એ કાર્ય અને આવકની સલામતી ખાદ્ય સુરક્ષા અને સામાજિક સુરક્ષાના એકીકૃત અભિગમ દ્વારા હાલની સભ્યપદ આધારિત સંસ્થાઓ અને કેવી રીતે મજબૂત બનાવવી તે જાણ્યું હતું અને શીખ્યા હતા. વ્યાપક ક્ષેત્રે મુલાકાત સાથે તેઓએ અમદાવાદ અને દિલ્હીમાં આરોગ્ય કર્મચારીઓ સહકારી આગેવાનો આયોજકો સમુદાયના અગ્રણીઓ અને વિવિધ સરકારી અધિકારીઓ સાથે વાતચીત કરવાની અને વિચારો અને વ્યુહરચનાની આપ-લે કરવાની તક મળી હતી.