ઓખા નગરપાલિકા: 13 કરોડના કામોનું ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે લોકાર્પણ-ખાતમુર્હત કરાયું - નગરપાલિકાના 13 કરોડ 30 લાખના કામોના લોકાર્પણ
દેવભૂમિ દ્વારકા: તાલુકાની સૌથી મોટી ઓખા નગરપાલિકાના ઓખા બેટ દ્વારકા આરંભડા અને સુરજકરાડીના વિસ્તારોમાં સરકારની ગ્રાન્ટમાંથી મળેલા વિવિધ કામો માટે રૂપિયા 13 કરોડ 30 લાખના કામોના ખાત મુર્હત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દ્વારકા તાલુકાની સૌથી મોટી ઓખા નગરપાલિકાના ઓખા, બેટ દ્વારકા, આરંભડા અને સૂરજકરાડી એમ ચારે વિસ્તારમાં વિવિધ વિકાસ કામો કરવા માટે સરકાર તરફથી મળેલ ગ્રાન્ટના રૂપિયા 5.90 કરોડના કામોનું લોકાર્પણ અને 7 કરોડ 40 લાખના કામોના 82 વિધાનસભા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.