ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગર જિલ્લામાં ધોરણ 12નું 78.33 ટકા પરિણામ: જાણો, ગ્રેડ વાઈઝ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા - જામનગરમાં ધોરણ 12નું પરિણામ

By

Published : Jun 16, 2020, 8:09 AM IST

જામનગરઃ વર્ષ 2020માં લેવાયેલી HSC બોર્ડની ધોરણ12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 78.33 ટકા જાહેર થયું હતું. ધોરણ 12ની પરીક્ષાના પરિણામમાં જામનગર જિલ્લાની ગ્રેડ વાઇઝ માહિતીની વાત કરીએ તો A1 ગ્રેડમાં 20 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જ્યારે A2માં 368, B1માં 1150, B2માં 1766, C1માં 1856, C2માં 869, વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. તદ્ઉપરાંત Dમાં 50, E1માં 1 વિદ્યાર્થી આવેલો છે. જામનગર જિલ્લામાં કુલ નોંધાયેલા 7776 વિદ્યાર્થીઓ માંથી કુલ 7762 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લાનું વર્ષ 2020માં લેવાયેલી HSC બોર્ડની ધોરણ12ની પરીક્ષાનું પરિણામ 78.33% જાહેર થયું હતું.

ABOUT THE AUTHOR

...view details