ભરૂચમાંથી વધુ 1200 પરપ્રાંતીયોને તેમના વતન રવાના કરાયા
ભરૂચ: લોકડાઉનના ત્રીજા ચરણમાં સરકાર દ્વારા પરપ્રાંતીયોને પોતાના વતન જવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે અગાઉ ઉત્તરપ્રદેશ અને બિહાર સ્પેશ્યલ ટ્રેન રવાના કરાયા બાદ ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતેથી ઉત્તરપ્રદેશના ગોંડા સુધીની વધુ એક ટ્રેન રવાના કરવામાં આવી હતી. રેલવે સ્ટેશન ખાતે શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે એક મંડપમાં બેસાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વારાફરતી ટ્રેનમાં લઇ જવામાં આવ્યા હતા. ૧૨૦૧ જેટલા શ્રમિકોને તેમના વતન રવાના કરવામાં આવ્યા હતા.