લુણાવાડામાં ઇકો ફફ્રેન્ડલી ગણપતિ બાપાની 116મી વિસર્જન યાત્રા નિકળી - મહીસાગર
મહીસાગર: જિલ્લાના વડા મથક લુણાવાડાના પ્રચલિત લક્ષ્મી વિનાયક ગણપતિ મંદિરના ઇકો ફફ્રેન્ડલી ગણપતિ બાપાના 116મી વિસર્જન યાત્રા ચાંદીની પાલખીમાં ઢોલ નગારા અને બેન્ડના તાલે ગણપતિ બાપાના નારા સાથે નીકળી હતી. આ શોભાયાત્રા લુણાવાડા શહેરના રાજ માર્ગ પરથી પસાર થઈ વાસીયા તળાવ પહોંચી હતી. સમગ્ર શહેરના ગણપતિનું વિસર્જન વાસીયા તળાવમાં કરવામાં આવ્યું હતું. જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા શ્રીજીની શોભાયાત્રાને સુરક્ષા કવચ પૂરું પડાયું હતું અને વિઘ્નહર્તાની શોભાયાત્રા નિર્વિઘ્ને રાજ માર્ગો પરથી પસાર થઈ રહી હતી. વહીવટી તંત્ર દ્વારા પણ મૂર્તિના વિસર્જન માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી.