જામનગરના કાલાવડમાં 111 મીટર લાંબા રાષ્ટ્રધ્વજની તિરંગા યાત્રા યોજાઈ - કાલાવડ
જામનગર: જિલ્લાના કાલાવડ શહેરમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને કાલાવડ નગર અને તાલુકા અને જામનગર જિલ્લા યુવા ભાજપ દ્વારા સૌ પ્રથમ વાર 111 મીટર લાંબા રાષ્ટ્રધ્વજની તિરંગા યાત્રાનું આયોજન કરવામા આવ્યું હતું. જે શહેરમાં વિવિધ રાજમાર્ગો પર પસાર કરવામાં આવી હતી. કાલાવડમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ આ તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ અને સાંસદ પૂનમબેન માડમની આગેવાનીમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.