માંગરોળ નજીક ટાટા બે કાર વચ્ચે અકસ્માતમાં 11 ઘાયલ - junagadh news today
જૂનાગઢઃ માંગરોળના કુકસવાડા નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યારે કારમાં સવાર પાંચ લોકોને નાનીમોટી ઈજાઓ થઈ હતી અને મેજીકમાં સવાર છ લોકોને પણ ઇજા થઈ હતી. જે તમામને 108 દ્વારા માંગરોળની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ તમામ પૈકી ચાર લોકોને ગંભીર ઇજા થતાં તેમને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા છે. સમગ્ર વિગત અનુસાર કારમાં સવાર પાંચ લોકો દ્વારકા દર્શન કરીને સોમનાથ દર્શનાર્થે જઈ રહ્યા હતા અને મેજીકમાં સવાર છ લોકો કામનાથથી દર્શન કરીને જઈ રહ્યા હતા. બન્ને વાહનોને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ પહેલા આજ જગ્યાએ કાર ચાલકે કાબુ ગુમાવતા બે વ્યક્તિઓના મોત થયા હતા ત્યારે ફરીવાર અકસ્માતની ઘટના સામે આવી છે.