કોરોનાનું હોટસ્પોટ બની રહેલા જંબુસરમાં બે દિવસમાં 11 કેસ નોંધાયા - આરોગ્ય વિભાગ
ભરૂચ : સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ કાળો કેર બનીને વર્તી રહ્યો છે. ત્યારે ભરૂચ જીલ્લામાં પણ કોરોનાના અઢળક કેસ બહાર આવી રહ્યા છે. જંબુસર પંથક જાણે કોરોનાનું હોટસ્પોટ બનતું જઈ રહ્યું છે. જંબુસરમાં બે દિવસમાં કોરોના વાયરસના ૧૧ પોઝેટીવ કેસ સામે આવ્યા છે.અત્યાર સુધી ૧૫ પોઝેટીવ કેસ નોધાયા છે.વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને જંબુસર પ્રાંત અધિકારી એ.કે.કલસરીયાની હાજરીમાં આરોગ્ય વિભાગની તાકીદની બેઠક મળી હતી. જેમાં આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.આરોગ્ય વિભાગ દ્વારા જંબુસરમાં સર્વે માટે ૧૪૦ ટીમ બનાવવામાં આવી છે. જે લોકોનું સ્ક્રીનીગ કરશે ૧ વોર્ડમાં ૨૦ ટીમ કાર્ય કરશે.આ સાથે આયુર્વેદિક ઉકાળા અને દવાનું પણ વિતરણ કરવામાં આવશે.લોકો કડક રીતે કાયદાનું પાલન કરે એ માટે એસ.આર.પી.ની એક ટુકડી પણ તૈનાત કરવા પોલીસ દ્વારા પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે.જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયને પણ જંબુસરની મુલાકાત લીધી હતી.