લોકડાઉન-4: વલસાડ જિલ્લાનો ગ્રાઉન્ડ રિપોર્ટ - ટ્રેન વલસાડથી બિહાર
વલસાડ: જિલ્લામાં જનજીવન થાળે પડી રહ્યું છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા જાહેર નામાનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી બજારોમાં દુકાનો ખુલી રહી છે. જિલ્લામાં 21 જેટલા સેમ્પલો કોરોના પોઝિટવ આવ્યો છે, જેમાં 4 અન્ય રાજ્યમાંથી પોઝિટિવ આવ્યા છે. હાલ 11 કેસ એક્ટિવ છે. 5 દર્દીઓ સજા થઈ જતા રજા આપી દેવાઈ છે. વલસાડ જિલ્લામાં 3311 કોરોના સેમ્પલો લેવમાં આવ્યા હતા. જેમાં 3290 સેમ્પલો નેગેટિવ આવ્યા છે. હાલ, વલસાડમાં ઇદની નમાજ પણ મુસ્લિમ બિરાદરોએ ઘરમાં રહી અદા કરી છે. તેમજ જિલ્લામાં સાંજે વધુ એક શ્રમિકો માટેની ટ્રેન વલસાડથી બિહાર માટે રવાના થશે.