ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને સવારે 10:00 કલાકની સ્થિતિ

By

Published : Feb 28, 2021, 11:53 AM IST

પાટણ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માહોલ જામ્યો છે. રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની આજે ચૂંટણી છે, ત્યારે પાટણ જિલ્લામાં ચૂંટણીને લઇને સવારે 10:00 વાગ્યે શું સ્થિતિ છે? આવો જાણીએ. આજે 81 નગરપાલિકાના 680 વોર્ડની કુલ 2720 બેઠક, 31 જિલ્લા પંચાયતની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4,774 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. જેની મતગણતરી 2 માર્ચે હાથ ધરવામાં આવશે. આ વખતેની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ મુખ્ય પક્ષની સાથે AAP, BSP અને AIMIM પણ ચૂંટણી લડી રહી છે. ઉલ્લેખનીય છે કે, 81 નગરપાલિકાની કુલ 2720 બેઠકો પૈકી 95 બેઠકો, 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પૈકી 25 બેઠકો અને 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો પૈકી 117 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે, ત્યારે પાટણમાં સવારે 10 કલાક સુધીમાં 10 ટકા મતદાન થયું છે.

ABOUT THE AUTHOR

...view details