ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરાની કપુરાઈ ચોકડી હાઇવે પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 1નું મોત - accident involving two trucks on Kapurai Chokdi Highway

By

Published : Jan 24, 2020, 3:10 PM IST

વડોદરા: શહેર નજીક આવેલી કપુરાઈ ચોકડી પાસે હાઇવે પર ગત મોડી રાત્રે પુર પાટ દોડી રહેલા બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોંત નીપજ્યું હતું. જયારે 1 વ્યક્તિ ટ્રકમાં ફસાઈ ગયો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતા ફાયરબ્રિગેડના જવાનો અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. 3 કલાકની ભારે જહેમત બાદ ફસાયેલા વ્યક્તિને સહીસલામત રીતે બહાર કાઢી તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. હાલ,સ્થાનિક પોલીસે આ બનાવને પગલે અકસ્માત મોતનો ગુનો નોંધવાની તજવીજ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details