શહેરા પંથકમાંથી 1.5 કરોડની ખનન ચોરી ઝડપાઇ, ખનન માફિયામાં ફફડાટ - Panchmahal samachar
પંચમહાલઃ જિલ્લાના શહેરા તાલુકામાં વલ્લભપુર ગામેથી શહેરા મામલતદારે પાસ પરમીટ વિના માટીનું ખનન કરી રહેલા 5 ડમ્પર ઝડપી પાડી 1.5 કરોડનો મુદ્દા માલ કબજે કર્યો છે. ખનન માફિયા ઓ બેફામ બન્યા છે. જ્યાં મોકો મળે ત્યાં આડેધડ ખોદ કામ કરી ગેરકાયદેસર માટી તેમજ રેતીનું ખનન કરી રહ્યા છે. JK, સ્ટોન નામની લીઝમાંથી પરવાનગી વિના માટી ખોદી વેચી દેવામાં આવતી હતી. જેની જાણ મેહુલ ભરવાડને મળતા તેઓએ રેવન્યુ તલાટીને સાથે રાખી રેડ પાડી હતી. જેમાં તાપસ કરતા આ માટી ગેરકાયદેસર હોવાનું જણવા મળ્યું હતુંં. રેડ પાડવાથી 5 જેટલા માટી ભરેલા ડંફર ઝડપાયા હતા. જેને લઈ ખનન માફિયામાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.