હવે ફાસ્ટ ટેગ નહિ લગાવ્યું હોય તો ભરવો પડશે દંડ - ફાસ્ટ ટેગનું વેચાણ
અરવલ્લીઃ પહેલી ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પર વાહન ચાલક પાસેથી માત્ર ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ ફાસ્ટ ટેગ દ્વારા જ પેમેન્ટ લેવામાં આવશે. આ માટે દરેક નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટેગનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. વાહન વ્યહવારમાં સરળતા રહે અને કેશ લેશ ઇકોનોમીને પ્રોત્સાહન આપવાના આશય સાથે ટોલ પ્લાઝા પરથી રોકડ નાણા લેવાનું પહેલી ડિસેમ્બરથી બંધ થશે. જ્યારે અરવલ્લીના વાંટડા ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 8 પર આવેલા ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટેગનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. હાલ લોકોમાં જાગૃતિનો અભાવ હોવાના કારણે ટોલ પ્લાઝા પર એકલ દોકલ વાહન ચાલકો જ ફાસ્ટ ટેગ ખરીદી રહ્યા છે.