ભુજ તાલુકાના સુખપર ગામે રામ મંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયા એકત્ર થયા
કચ્છ : જિલ્લાના ભુજ તાલુકાના સુખપર ગામે રામ મંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયા એકત્ર થઇ ચૂક્યા છે. સુખપર ગામમાં અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલા ભગવાન રામના મંદિર હેતુ જન્મભૂમિ નિધિ અંતર્ગત અત્યાર સુધીમાં વિવિધ દાતાઓ, અગ્રણીઓ અને વિવિધ સમાજના લોકો દ્વારા સૌ કાર્યકર્તાના સહકારથી રૂપિયા 1 કરોડની રકમ પ્રાપ્ત થઈ ચૂકી છે. રામ જન્મભૂમિ નિધિ એકત્રીકરણમાં લોકોએ પોતાની યથાશક્તિ મુજબ નિધિ અર્પણ કરી હતી. અંતે જ્યારે રામમંદિરના ફાળાનો સરવાળો કરતાં રકમ 1 કરોડ સુધી પહોંચી ગઈ હતી. ખરેખર કહી શકાય કે રામ મંદિર નિર્માણ માટે સુખપર ગામના લોકોનું યોગદાન મહત્વનું રહ્યું છે.
Last Updated : Feb 12, 2021, 10:04 PM IST