પૂર્વ કચ્છમાં 0.5થી 3.5 ઈંચ વરસાદ, ખેડૂતોમાં ખુશી - latest news of bhuj
કચ્છઃ પૂર્વ કચ્છમાં શનિવારે સાંજથી મેઘરાજાનું આગમન થયું છે. અંજારમાં 87 મિ.મી, ગાંધીધામમા 70 મિ.મી, ભચાઉમાં 28 મિ.મી અને રાપરમાં 14 મિ.મી વરસાદ નોંધાયો છે. ગાંધીધામમાં સવારથી ઝરમર છાંટા વચ્ચે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન સાંબેલાધાર 3 ઈંચ વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું હતું. અંજારમાં બપોરે 12 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને 4 સુધીમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશખુશાલ દેખાઈ રહ્યા છે.