રન આઉટથી શરૂ થયું ધોનીનું કરિયર અને રન આઉટ પર જ કરિયર સમાપ્ત થયું - મહેન્દ્ર સિંહ ધોની કરિયર
નવી દિલ્હીઃ શનિવારે ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. 15 વર્ષથી વધુ સમય સુધીની પોતાની કારકીર્દિ દરમિયાન ધોનીએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ધોનીના કરિયરની શરૂઆત પણ રન આઉટથી થઇ હતી અને તેના કરિયરની સમાપ્તી પણ રન આઉટથી જ થઇ હતી. ધોનીએ પોતાની છેલ્લી મેચ 2019માં વિશ્વ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. ધોની એકમાત્ર એવો કેપ્ટન છે કે, જેઓએ આઇસીસીની ત્રણેય ટ્રોફી જીતી હોય.