ગુજરાત

gujarat

ETV Bharat / videos

EXCLUSIVE INTERVIEW : પાકિસ્તાનની સ્પોર્ટ એન્કર ઝૈનબ અબ્બાસે પોતાની કારકિર્દી વિશે Etv ભારત સાથે કરી ખાસ વાતચીત - સ્પોર્ટ એન્કર ઝૈનબ અબ્બાસ સાથે વાતચીત

By

Published : Jul 27, 2020, 5:08 PM IST

હૈદરાબાદ: પાકિસ્તાનની સ્પોર્ટ એન્કર ઝૈનબ અબ્બાસે પોતાની કારકિર્દી, ક્રિકેટ, IPL અને PSL વિશે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. એશિયાના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં ઝૈનાબનું નામ પણ શામેલ છે. તેમણે આ અંગે કહ્યું કે, તેને આ વાતની કયારે પણ અપેક્ષા નહોતી, તેમણે કહ્યું કે જ્યારે લોકો તેમને તમારા કામથી ઓળખે છે તો ખુબ સન્માનિત લાગે છે. 32 વર્ષીય ઝૈનાબે કહ્યું, "મેં મારું MSC કર્યું છે. મેં ઇંગ્લેન્ડમાં એક વર્ષ સુધી કેટરપિલર નામની એન્જિનિયરિંગ ફર્મ સાથે પણ કામ કર્યું. હું HR કોઓર્ડિનેટર હતી. જોકે, મને ટૂંક સમયમાં સમજાયું કે મારે કોર્પોરેટ જોબ ન કરવી જોઈએ. " તેમણે ક્રિકેટ વિશે વાત કરતા કહ્યું કે, "મેં પાકિસ્તાનમાં એક ચેનલ માટે ઓડિશન આપ્યું હતું, હું 2014માં ઓડિશન આપવા ગઇ હતી. તેઓ એક નવા ચહેરાઓની શોધમાં હતા. મેં ઓડિશન આપ્યું અને તેમને મારૂ કામ ખુબ સારું લાગ્યું હતું. મારૂ ત્યાં એક મહિનાનો કરાર હતો, પણ તેમને મારું કામ જોઇને કરાર વધારીને એક વર્ષનો કરી દીધો. "આ વાતચીતમાં તેણે ભારતીય ખેલાડીઓના વખાણ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details