ક્રિકેટર સુરેશ રૈના અને ઋષભ પંતે બાથટબમાં બાળકોની જેમ મસ્તી કરી, જુઓ વી઼ડિયો - ગાઝિયાબાદ ક્રિકેટર સુરેશ રૈના
નવી દિલ્હી/ગાઝિયાબાદ: ક્રિકેટર સુરેશ રૈનાનો ક્રિકેટર મિત્ર ઋષભ પંત ગાઝિયાબાદ પહોંચ્યો ત્યારે બંને મિત્રોએ ખૂબ મોજ-મસ્તી કરી હતી. બંન્ને મિત્રો બાથટબમાં બાળકોની જેમ મસ્તી કરી રહ્યાં છે, તેવો એક વીડિયો વાયરલ થયો હતો. બન્નેએ પહેલાં ક્રિકેટની પ્રેક્ટિસ કરી ત્યાર બાદ બંને એકબીજા પર પાણી છાંટતા જોવા મળ્યાં હતાં. ઋષભ પંતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સુરેશ સાથેની મસ્તીની તસવીર શેર કરી હતી. આ ફોટા અને વીડિયો જોતાં સ્પષ્ટપણે સ્પષ્ટ લાગે છે કે, કેવી રીતે બંને મિત્રો તેમના બાળપણની યાદોને તાજી કરી રહ્યાં છે.