મિસ વર્લ્ડની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સુમન રાવ સાથે Etv BHARATની ખાસ મુલાકાત... - સૂમન રાવ ન્યૂઝ
રાજસમંદ (રાજસ્થાન): હાલમાં જ લંડનમાં મિસ વર્લ્ડની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ભારતનું પ્રતિનિત્વ કરનાર સુમન રાવ ત્રીજા ક્રમે વિજેતા રહી છે. સુમને પહેલીવાર મિસવર્લ્ડની સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધામાંથી પરત ફર્યા બાદ તે પોતાના વતન રાજસમંદ જિલ્લાના આઈડાણા ગામે પહોંચી હતી. જ્યાં ગ્રામજનોએ પોતાની દીકરીનું ઉત્સાહભેર સ્વાગત કર્યુ હતું. આ દરમિયાન સુમન રાવે Etv BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેણે પોતાના અનુભવ વિશે વાત કરી હતી.