ગુજરાત

gujarat

ETV Bharat / videos

સંજય દત્ત 'ભુજઃ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'ના શૂટિંગ માટે બિકાનેર પહોંચ્યો - Bollywood Film News

By

Published : Feb 17, 2020, 3:24 PM IST

રાજસ્થાનઃ અભિનેતા સંજય દત્ત રવિવારે સાંજે વિશેષ વિમાનથી બિકાનેર પહોંચ્યો હતો. હિન્દી ફિલ્મ 'ભુજ'ના શૂટિંગ માટે 29 ફેબ્રુઆરી સુધી બિકાનેર અને સૂરતગઢમાં રહેશે. હિન્દી ફિલ્મ 'ભુજઃ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'ની શૂટિંગ માટે પહોંચેલા અભિનેતાનું તેમના ફેંસે સ્વાગત કર્યું હતું. આ દરમિયાન અભિનેતા સાથે સેલ્ફી લેવા માટે ભીડ જામી હતી, જે વચ્ચે સંજય દત્ત સીધા એરપોર્ટથી નિકળી પોતાની ગાડીમાં હેરિટેજ હોટલ માટે રવાના થયા હતા. દર્શન હિંદી ફિલ્મની શૂટિંગ 17થી 29 ફેબ્રુઆરી સુધી બિકાનેર અને સૂરતગઢના સૈન્ય ક્ષેત્રમાં થશે અને ફિલ્મ અભિનેતા અજય દેવગણ અને અભિનેત્રી સોનાક્ષી સિન્હા પણ છે. જેઓ થોડા દિવસોમાં બિકાનેર આવશે. સંજય દત્ત સોમવારે સૂરતગઢ ફિલ્મનું લોકોશન જોવા માટે આવી શકે છે. બે વર્ષ પહેલા પણ અભિનેતા શૂટિંગ માટે બિકાનેર આવી ચૂક્યા છે. આ સાથે જ અભિનેત્રી સોનાક્ષી સિન્હા પણ ફિલ્મ ભુજઃ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના શૂટિંગ માટે અને આગામી સમયમાં એક વેબ સીરીઝ ફૉલના શૂટિંગ માટે પણ બિકાનેર આવશે.

ABOUT THE AUTHOR

...view details