સાઇના ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયુ - બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલ
ફિલ્મ 'સાઇના'નું ટ્રેલર સોમવારે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં પરિણીતી ચોપડા બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલની ભૂમિકા નિભાવી રહી છે. 'સાઈના' 26 માર્ચ, 2021 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. લોન્ચ દરમિયાન પરિણીતી ચોપડાએ કહ્યું કે, 'દરેક ફિલ્મની પોતાની કહાની હોય છે. મેં આ ફિલ્મની સ્ક્રિપ્ટ બે વર્ષ પહેલાં વાંચી હતી અને હું કંઇક અલગ કરવા માંગતી હતી. જેમાં હોમવર્ક કરવું જરૂરી હોય છે. તે પછી, અમોલ સરે મને ફિલ્મની સ્ટોરી માટે બોલાવી અને મને તરત જ વાર્તા ગમી ગઈ. પરિણીતીએ એમ પણ કહ્યું હતુ કે, સાઇનાએ ફિલ્મ દરમિયાન તેમને ટેકો આપ્યો હતો.
Last Updated : Mar 9, 2021, 2:26 PM IST