રણવીર કપૂર માતા નીતુ કપૂર સાથે બાંદ્રામાં એક ક્લિનીકની બહાર જોવા મળ્યો - કોરોના સંક્રમણ
ન્યુઝ ડેસ્ક: આખા દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે અને એની ઝપેટમાં ભલભલા લોકો આવી ગયા છે. કોરોનાના મારથી બોલિવુડ પણ બચી નથી શક્યું. ઘણા ફિલ્મ સ્ટાર કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. હાલમાં આલિયા ભટ્ટ કોરોનાની રિકવર થઇ છે અને તે પહેલા રણવીર કપૂરે પણ કોરોનાને મ્હાત આપી હતી. રણવીર માતા નિતુ કપૂર સાથએ બાંદ્રાની એક ક્લિનીકની બહાર જોવા મળ્યો હતો. બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર અને તેની માતા નીતુ કપૂરને બાંદ્રામાં એક ક્લિનિકની બહાર જોવામાં આવ્યા હતા. રણબીર તાજેતરમાં જ કોરોનાથી રિકવર થયો છે. રણબીર અયાન મુખર્જીના ડાયરેક્ટરી બ્રહ્માસ્ત્રમાં ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.
Last Updated : Apr 16, 2021, 2:14 PM IST