વિરોધ લોકતંત્રના મૂલ્યોને મજબુત કરે છે: સ્વરા ભાસ્કર - સ્વરા ભાસ્કર
મુંબઈઃ નાગરિકતા કાનુનને લઈ દેશના મોટા ભાગના શહેરોમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જનતા ઉગ્ર વિરોધ કરી રહી છે તો બીજી બાજુ હિંસા પણ ભડકી રહી છે. મુંબઈમાં અગસ્ત ક્રાંતિ મેદાનમાં હજારો લોકોએ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શનમાં બોલીવુડ એકટ્રેસ સ્વરા ભાસ્કર પણ જોડાઈ હતી. તેણીએ કહ્યું હતું કે, દેશમાં NRC અને CAA કાનુનની જરૂર નથી. નાગરીકતા કાનુનની અવગણના કરતાં સ્વરાએ કહ્યું કે, આ કાનુનથી વિભિન્ન સમુદાયના લોકોમાં ભય પેદા થઈ રહ્યો છે. આ પ્રદર્શન દેશમાં વસેલા હિન્દુઓ, મુસ્લિમો અને અન્ય સમુદાય વચ્ચે એકતા જાળવવા માટે છે. આને તમે વિરોધના રંગમાં ન રંગો. CAA મુદ્દે ચાલતા વિરોધમાં ફરહાન અખ્તર પણ જોડાયા છે.