આજે ગુવાહાટીમાં ફિલ્મ ફેર એવોર્ડ યોજાશે - એવોર્ડ
ગુવાહાટી: આ વર્ષે સૌપ્રથમવાર ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ આસામમાં યોજાવવા જઇ રહ્યો છે. ગુવાહાટીમાં ફિલ્મ ફેર એવોર્ડને લઇ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં બોલિવૂડ સુપર સ્ટાર અક્ષય કુમાર, મનીષ પોલ, ભૂમિ પેડનેકર રાત્રે જ ગુવાહાટી એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. આ ઉપરાંત અન્ય સ્ટાર માધુરી દિક્ષીત, વરૂણ ધવન પણ આજે સવારે ગુવાહાટી એરપોર્ટ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં લોકોએ સ્ટારનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. આ કાર્યક્રમ સાજે 5 કલાકે યોજાશે. જેમાં આસામની સંસ્કૃતિ સાથે આદિવાસી નૃત્ય પરફોર્મન્સ પણ રજૂ કરાશે.