ગુજરાત

gujarat

ETV Bharat / videos

GIFA 2019: જાણો ગુજરાતી સિનેમાના ક્યાં કલાકારોએ ઍવોર્ડ કર્યો પોતાને નામ - GIFA Awards 2019

By

Published : Dec 26, 2019, 3:12 PM IST

Updated : Dec 27, 2019, 10:54 AM IST

અમદાવાદઃ છેલ્લા ત્રણ વર્ષની ભવ્ય સફળતા બાદ ગુજરાતી તરીકે ગર્વ અપાવનારા “ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડઝ” ભારતનો સૌથી મોટો ગુજરાતી ફિલ્મોનો ઍવોર્ડ સમારંભ બની ગયો છે. છેલ્લા ત્રણ વર્ષથી રીલિઝ થયેલી ફિલ્મોને ઍવોર્ડ આપી પ્રોત્સાહિત કરતો GIFA ઍવોર્ડ નારાયણી હાઇટ્સ ખાતે 25 ડિસેમ્બરે યોજાયો હતો. આ વર્ષે એટલે નવેમ્બર ૨૦૧૮થી નવેમ્બર ૨૦૧૯ની વચ્ચે ઘણી સફળ ફિલ્મો રીલિઝ થઇ છે. જેમાંથી કેટલીક ફિલ્મોને GIFAમાં નોમિનેશન મળ્યું છે. ગયા વર્ષે ૭૦ કરતા પણ વધુ ફિલ્મો રીલિઝ થયેલી જેની સરખામણીએ આ વર્ષે ઓછી ફિલ્મો રીલિઝ થઇ પણ સફળતાનો રેશિયો વધુ રહ્યો છે. ઘણા નવા ફિલ્મ મેકર્સ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગદંડો જમાવી દીધો. ઘણા સમયથી ગુજરાતી ફિલ્મોના કલાકારોની માગ હતી કે, ગુજરાતી ફિલ્મોને અને તેના ટેક્નિશિયનો તથા કલાકાર કસબીઓને પ્રોત્સાહિત કરવા ગુજરાતમાં કોઈ ફંક્શન નથી થતાં. તે જોતાં હેતલ ઠક્કર અને અરવિંદ વેગડાએ આ બીડું ઝડપ્યું હતું. ગુજરાતી ફિલ્મોને તેઓ ઊંચે ફલક પર લઈ જવા માગતા હતા. જેથી આ વર્ષે પણ અમદાવાદ ખાતે GIFA (ગુજરાતી આઇકોનીક ફિલ્મ ઍવોર્ડ)નું સફળ આયોજન થયું હતું.
Last Updated : Dec 27, 2019, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details