પંચમહાલ ના મહેસુલ વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા - જિલ્લામાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ
પંચમહાલઃ જિલ્લામાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની માંગ ન સંતોષાતા અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ગોધરા ખાતે સેવાસદનના પંટાગણમાં ઊતર્યા છે અને પોતાની વિવિધ માંગણીઓ ઉગ્ર બનાવાની પણ ચીમકી ઉચ્ચારી છે. જિલ્લામાં આરોગ્ય વિભાગની સાથે સાથે મહેસુલ વિભાગના કર્મચારીઓ પણ સોમવારે પોતાની માંગણીઓને લઇને અચોક્કસ મૂદતની હડતાલ ઉપર ઉતર્યા હતાં જેમા ગોધરા ખાતે આવેલી કલેકટર કચેરીના પ્રાગણમાં બેસીને તેમને પોતાની માંગોને ઉગ્ર બનાવિ હતી અને સુત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓની માંગ છે કે આ પહેલા ત્રણ માસ અગાઉ મહેસુલ કર્મચારીઓ દ્રારા પણ હડતાલ પાડવામા આવી હતી અને આ અંગે સરકારમાં રજૂઆત કરી હતી, પણ ત્રણ મહિના થઇ ગયા બાદ પણ મહેસૂલી કર્મચારીઓની ૧૭ જેટલી માંગણીઓ સંતોષાઈ ન હતી. જેને લઇને કર્મચારીઓ અચોકકસ મૂદતની હડતાલ ઉપર ઉર્તયા છે. આ હડતાલમાં ૨૦૦થી વધૂ કર્મચારીઓ જોડાયા હતા.