કોરોના પોઝિટિવ આવ્યા બાદ બીગ બીનો વીડિયો વાઇરલ, ડૉક્ટર્સનો માન્યો આભાર - અમિતાભ બચ્ચન વાઇરલ વીડિયો
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન સહિત તેમનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે. અમિતાભ બચ્ચન બાદ તેમના પુત્ર અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને બીગ બીની પુત્રી આરાધ્ય બચ્ચનનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. અમિતાભ બચ્ચનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને મુંબઇની નાણાવટી હૉસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે. આ વચ્ચે તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. બીગ બી આ વીડિયોમાં ડૉક્ટર્સનો આભાર માનતા નજરે પડી રહ્યા છે.
Last Updated : Jul 12, 2020, 9:40 PM IST