Russia Ukraine War: યુક્રેનમાં પાટણનો વિદ્યાર્થીએ પરિસ્થિતિ પારખી સમયસર પરત આવ્યો ભારત - Russian President Vladimir Putin
યુક્રેનમાં MBBS કે અન્ય ઉચ્ચ અભ્યાસ અર્થે ભારત દેશમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગયા છે.જેમાં પાટણ જિલ્લાના 140 જેટલા વિદ્યાર્થીઓમાં 30 વિદ્યાર્થીઓ પાટણના છે. પાટણના મોટા મોહમદી વાડામાં રહેતા મોહમ્મદ અખિલ નામનો વિદ્યાર્થી યુક્રેનમાં ઓડેશામાં MBBS છેલ્લા વર્ષમાં અભ્યાસ (MBBS study in Odisha in Ukraine)કરે છે. તેણે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને (Russian President Vladimir Putin)પ્રેસ કોન્ફરકન્સમાં યુદ્ધની આપેલી ચેતવણીને ગંભીરતાથી લઈ સમયસૂચકતા વાપરી તરત વતન પરત ફરવા માટે 22મી તરીખે જ ટિકીટ કઢાવી ભારત પરત આવવા નીકળી ગયો હતો અને આજે તે મુંબઇ એરપોર્ટ પર ઉતર્યા બાદ તે અમદાવાદ આવી પહોંચતા તેના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST