રૂડકીમાં માતાએ ડ્રગ્સ માટે પૈસા ન આપતાં પુત્રએ ઘરને આગ લગાવી દીધી - Roorkee Fire Brigade
ઉત્તરાખંડ રૂડકીમાં રામપુર ગામ (Roorkee Rampur Village)માં એક યુવકે ડ્રગ્સના પૈસા ન મળતા ઘરને આગ ચાંપી (Rampur son fire house) દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, યુવક તેની માતા પાસે ડ્રગ્સ માટે પૈસા માંગતો હતો અને માતાએ પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો. જે બાદ દારૂના નશામાં ધૂત પુત્રએ પહેલા વિવાદ કરીને ઘરમાં તોડફોડ કરી હતી. પછી ગેસ સિલિન્ડર વડે ઘરમાં આગ (Roorkee house fire ) લગાવી. જેના કારણે ઘરનો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો. આગની જાણ થતાં સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ (Roorkee Fire Brigade )ને જાણ કરી હતી. ગલીઓ નાની હોવાથી ફાયર બ્રિગેડનું વાહન સ્થળ પર પહોંચી શક્યું ન હતું. જે બાદ ફાયર કર્મીઓ પગપાળા સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી પાણીની ડોલ વડે માંડ માંડ આગ પર કાબૂ મેળવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST