Politics on The Kashmir Files : કાશ્મીર ફાઇલ્સનો વિવાદ પર ગુજરાત ભાજપ અને કોંગ્રેસ આમને-સામને - Surjewal on Kashmir Files
કોંગ્રેસના જનરલ સેક્રેટરી રણદીપ સુરજેવાલાએ એક પછી એક ટ્વીટ (Surjewal on Kashmir Files) કરીને ભાજપ અને વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું કે, 1990માં ભાજપના ટેકાવાળી વી.પી.સિંહની સરકાર હતી. તો પછી શા માટે તેમને કાશ્મીરી પંડિતોનું પલાયન રોક્યુ નહીં? ત્યારે હાલ ગુજરાતનુ રાજકરણ (Politics on The Kashmir Files) ગરમાયુ છે. જેમાં પ્રતિક્રિયાઓ આવી રહી છે. જેમાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન પ્રદીપ પરમારે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, કાશ્મીર ફાઇલ્સમાં કાશ્મીરી પંડિતો પર જે અત્યાચાર થયા છે તેની ઘટના દર્શાવાઈ છે. તે સમયે માં-દીકરીઓની ઈજ્જત લુટવામા આવી હતી. કાશ્મીર પર આતંકવાદીઓએ કબજો કર્યો હતો, ત્યારે કોંગ્રેસની સરકાર હતી. તે વખતે કાશ્મીરના મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાએ રાજીનામું આપવું પડ્યું હતું. કોંગ્રેસ પાટણના ધારાસભ્ય કીરીટ પટેલે જણાવ્યું હતું કે, કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ હકીકતથી વિપરીત છે. ભાજપના પ્રચાર માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે. દેશમાં હિંદુ વિરુદ્ધ મુસ્લિમોનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST