Political Experts on Election Result: UPમાં અનેક પડકારોની વચ્ચે પણ ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી - ઉત્તરપ્રદેશમાં વિવિધ પડકાર
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબની ચૂંટણીનું આજે પરિણામ (Political Experts on Election Result) આવી ગયું છે. ત્યારે આમાંથી 4 રાજ્યોમાં ભાજપનો વિજય (Election Result 2022) થયો છે. તેવામાં રાજકીય વિશ્લેષકોએ ETV Bharat સાથેની ડિબેટમાં પોતાનો મત વ્યક્ત કર્યો હતો. નિષ્ણાતોના મતે, ઉત્તરપ્રદેશમાં ભાજપે અનેક પડકારો સામે પણ સારું પર્ફોર્મન્સ કર્યું છે. સ્થાનિક મુદ્દાઓના પડકાર વચ્ચે ભાજપે (Various challenges in Uttar Pradesh) બહુમતી મેળવી છે. ભાજપને ગયા વખત કરતા 50થી 55 જેટલી ઓછી બેઠક મળી છે. નિષ્ણાતોએ વધુમાં કહ્યું હતું કે, પંજાબમાં છેલ્લા ઘણા સમયથી લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા હતા. તેનું જ આ પરિણામ હોઈ શકે. પંજાબના લોકોએ ત્રીજા પક્ષ પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST