Phagan Sud Purnima: અંબાજી ખાતે ઉમટ્યો ફાગણી પૂનમનો મેળો - Festivals of Ambaji Temple
ફાગણ સુદ પૂર્ણિમા(Phagan Sud Purnima)ની બે તીથી થતા હોળી ગઈ કાલે પ્રગટાવવામાં આવી હતી, પરંતુ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં ફાગણ પૂનમ આજે મનાવવામાં આવી હતી. જેને લઇ મંદિરમાં પુનમની મંગળા આરતી આજે કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંગળા આરતીનો લાભ લીધો હતો.આરતી પૂર્ણ થયા બાદ આજે ધૂળેટી હોવથી મંદિરના પૂજારીઓ દ્વારા અબીલ ગુલાલને કુમકુમની છોળો ઉડાડી હતી.કોરોના પહેલા અંબાજી મંદિરમાં(Festivals of Ambaji Temple) ફૂલોની હોળી(flowers Holi at Ambaji) રમવામાં આવતી હતી પણ આજે ફુલોથી બદલે ગુલાલ થી ધૂળેટી રમવામાં આવી હતી.યાત્રિકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.આજે વહેલી સવારે આરએસએસની શાખામાં કાર્યકર્તાઓ દ્વારા પાણીનો બચાવ થાય તે માટે રંગોની નહીં પણ ગુલાલથી તિલક હોળી રમીને તહેવાર મનાવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST