ગુજરાત

gujarat

ETV Bharat / videos

Patan University Exam 2022: પાટણ યુનિવર્સિટીએ B.Ed સેમ 1ના વિદ્યાર્થીઓને ગુજરાતીના બદલે અંગ્રેજીમાં છપાયેલું પેપર આપ્યું - પાટણ યુનિવર્સીટીએ B.Ed પરિક્ષા

By

Published : Mar 15, 2022, 2:18 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની શરૂ થયેલ પરીક્ષામાં B.Ed સેમ 1માં પ્રથમ(Patan University Exam 2022) પેપરમાં ગુજરાતી માધ્યમના બદલે અંગ્રેજી માધ્યમમાં પ્રિન્ટ કરેલ પ્રશ્નપત્ર સેન્ટરોમાં પહોંચતા વિતરણ બાદ વિદ્યાર્થીઓએ રજુઆત કરતા પરીક્ષા વિભાગને જાણ થતાં તાત્કાલિક પરીક્ષા રદ(Patan University B.Ed Exam) કરવામાં આવી હતી. રદ કરાયેલ પેપર(Hemchandracharya North Gujarat University) ફરીથી લેવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી. પરીક્ષા નિયામક મિતુલ દેલિયા ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે B.Edની પરીક્ષામાં અંગ્રેજી અને ગુજરાતી બન્ને માધ્યમમાં વિધાર્થીઓ પરીક્ષા આપતા હોઈ બન્ને ભાષામાં પ્રશ્નપત્ર આવે છે. પરંતુ એકલા અંગ્રેજી માધ્યમમાં પેપર આવતા પ્રશ્નપત્ર રદ કરી આ પરીક્ષા 12 માર્ચને શનિવારે ફરી લેવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details