Paper leak in Chhotaudepur district : છોટાઉદેપુરમાં ધોરણ 11નું પેપર સોશિયલ મીડિયામાં લીક થયાની ઘટના બની નથી - Paper leak in Chhotaudepur district
ધોરણ 11નું સમાજશાસ્ત્રનું પેપર છોટાઉદેપુર જિલ્લામાં સોશયલ મીડિયામાં વાયરલ થયા અંગેના મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ (Paper leak in Chhotaudepur district )છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ દોડતું( Chhota Udepur District Education Officer )થયું હતું. મીડિયામાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ બાદ જિલ્લા શિક્ષધિકારી દ્વારા હાથ ધરાયેલ તપાસ બાદ મીડિયા સાથે વાત કરતા ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્નાબહેન પચાણીએ જણાવ્યુ હતું કે છોટાઉદેપુર જિલ્લામાંથી કોઈપણ પ્રકારની સોશિયલ મીડિયામાં પ્રશ્નપત્ર અપલોડ કરવા અંગેની ઘટના બની નથી. જોકે ચાલતી ચર્ચાઓ મૂજબ ધોરણ 11નું સમાજશાસ્ત્રનું પેપર યુટ્યુબ ઉપર વાયરલ થયું હતું, જેના અહેવાલ એક વર્તમાન દૈનિક પેપરમાં પ્રસિદ્ધ થયા હતાં.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST