8 ગુનાઓમાં સંડોવાયેલો શખ્સ ચાકુ સાથે ઝડપાયો, વડોદરા પોલીસે ધરપકડ કરી - વડોદરા ક્રાઈમ ન્યૂઝ
વડોદરા પોલીસ દ્વારા રેલવે સ્ટેશન બહારથી એક ઈસમને ધારદાર ચાકુ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. સયાજીગંજ પોલીસના સ્ટાફના માણસો રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતા તે સમયે પોલીસને રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નં-6ના બહારના રોડ ઉપર એક ઈસમ શંકાસ્પદ દેખાઈ આવ્યો હતો. જેથી તેની તપાસ કરતા તેની પાસેથી ધારદાર ચાકુ મળી આવ્યું હતું. ભીડવાળી જગ્યા પર ધારદાર હથિયાર સાથે ઈસમ ફરતો હોવાથી પોલીસ દ્વારા તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવી હતી. સયાજીગંજ પોલીસ દ્વારા હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા બદલ ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. રાકેશભાઈ મન્જીભાઈ રાજપૂત નામના આ ઇસમની તપાસમાં તેની પાસેથી ચાકુ સિવાય એક કિપેડવાળો સાદો મોબાઈલ મળી આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા ઈસમ પાસેથી કુલ 600 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી વિરુદ્વ અગાઉ સુરત શહેરના વરાછા, મહીરધરપુરા પોલીસ સ્ટેશનમાં એક કરતા વધારે ગુનામાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તેની સાથે આરોપી વિરુદ્વ વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્વ ફરિયાદ નોંધવામાં આવી હતી. Youth caught with knife in Vadodara , Sayajigunj Police Arrest History Sheeter , vadodara Crime News
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST