Hemkund Sahib Yatra: ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે શ્રી હેમકુંડ સાહિબની યાત્રા સ્થગિત
ચમોલી:ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. ચમોલીના શ્રી હેમકુંડ સાહિબ વિસ્તારમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે યાત્રા આજે (25 મે) માટે સ્થગિત કરવામાં આવી છે.
હેમકુંડ સાહિબની યાત્રા સ્થગિત:ઉત્તરાખંડ પોલીસે આ અંગે માહિતી આપી છે. આ સાથે જ શ્રદ્ધાળુઓને યાત્રા ફરી શરૂ ન થાય ત્યાં સુધી સલામત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે. હેમકુંડ સાહિબ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં લગભગ 15,225 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. આ વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. 20 મેથી શરૂ થયેલી શ્રી હેમકુંડ સાહિબ યાત્રા અંતર્ગત અત્યાર સુધીમાં હજારો શ્રદ્ધાળુઓ શીખોના પવિત્ર યાત્રાધામ હેમકુંડ સાહિબની મુલાકાત લઈ ચૂક્યા છે.