કોમનવેલ્થમાં ગુજરાતનો ડંકો વગાડી ખેલાડી એરપોર્ટ પહોંચ્યા, કરાયું ભવ્ય સ્વાગત - કોમનવેલ્થમાં ગુજરાતનો ડંકો
વડોદરા : કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games 2022) ક્રિકેટમાં સિલ્વર મેડલ વિજેતા બે મહિલા ક્રિકેટર પણ વડોદરા પહોંચી છે. ક્રિકેટર રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયાનું ભવ્ય સ્વાગત (Commonwealth Yastika Bhatia) કરાયું હતું. BCAના હોદ્દેદારો અને ક્રિકેટ રસિકોએ ઢોલ નગારા અને ડીજેના તાલે ખેલાડીઓને આવકાર્યા હતા. સાથે જ એરપોર્ટથી એરપોર્ટ સર્કલ સુધી રોડ શો પણ યોજ્યો હતો. મહત્વનું છે કે, ભારતીય મહિલા ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયા બંનેનું સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. જેને લઈને વડોદરા એરપોર્ટ પર BCA અને મહિલા ક્રિકેટરો તરફથી શાનદાર સ્વાગત કરાયું હતું. કોમનવેલ્થ ગેમ્સમાં (cricket in Commonwealth Games) ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ગોલ્ડ મેડલ મેચમાં રાધા યાદવનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. પરંતુ ભાગ્યએ સાથ આપ્યો ન હતો. હાલ બન્ને ખેલાડીઓ વડોદરા પહોંચી ગયા છે, જ્યાં ઢોલ નગારાના તાલે બંને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ક્રિકેટરોનું સ્વાગત કરાયું હતું. ખુલ્લા રથમાં બન્ને ખેલાડીઓને બેસાડી બંનેનો રોડ શો પણ કરવામાં આવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST