ગુજરાત

gujarat

ETV Bharat / videos

આ પુસ્તક વાંચશો તો લોકોની સેવા કરવા થઈ જશો પ્રેરિત

By

Published : May 24, 2022, 3:04 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

સૌરાષ્ટ્રના વતની અને અમદાવાદને કર્મભૂમિ બનાવનાર યુવા લેખક અલ્પેશ કારેણા દ્વારા 'અડધી રાતનો હોંકારો' નામનું પુસ્તક લખવામાં( Adadhi Ratno Hokaro) આવ્યું છે. આ પુસ્તકનું વિમોચન પ્રખ્યાત કવિ રાજેશ વ્યાસ 'મિસ્કિન'ના હસ્તે અમદાવાદના અંધજન મંડળમાં કરવામાં આવ્યું હતું. છેલ્લા સાત વર્ષથી તેઓ અમદાવાદના અંધજન મંડળ (Ahmedabad Andhajan Mandal)અને અપંગ માનવ મંડળ સાથે જોડાયેલા રહ્યા છે. 70 લોકોની ટીમ સાથે તેમણે દિવ્યાંગોના ઉત્થાનનું કામ કર્યું છે. આ સેવાના કાર્યથી તેઓ એવા લોકોને શોધવા પ્રેરાયા કે જેમને સેવા કરવી છે, પરંતુ દિશા મળતી નથી. તેમણે 250 યુવા મિત્રો સાથે ગુજરાતના જિલ્લાઓમાં ફરીને આવા 19 લોકોને શોધી નાખ્યા જેઓ મૂક સેવક બનીને સેવા આપી રહ્યા છે. આ લોકોની વાત બીજાને પ્રેરણારૂપ બને તે માટે આ પુસ્તક લખવામાં આવ્યું છે. પુસ્તકના લેખક અલ્પેશ કારેણાંએ જણાવ્યું હતું કે, પુસ્તકમાંથી થયેલી કમાણી અને રોયલ્ટીની આવકનો ઉપયોગ અનાથ આશ્રમમાં દાન આપવા કરવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details