ગુજરાત

gujarat

World Cup 2023

ETV Bharat / videos

World Cup 2023 : અફઘાનિસ્તાના સામેના મુકાબલામાં પહેલા ડેવિડ મિલરે કરી ગંભીર વાત

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2023, 9:43 PM IST

અમદાવાદ :આવતીકાલ 10 નવેમ્બરના રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન ટીમ આમને સામને ટકરાશે. આ મેચની પૂર્વ સંધ્યાએ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

SA vs AFG : અમદાવાદમાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023 ની આગામી મેચ યોજાશે. આ સંદર્ભે આયોજીત પત્રકાર પરિષદમાં સાઉથ આફ્રિકાના સ્ટાર ખેલાડી ડેવિડ મિલરે મેચ અંગે પોતાના પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, દરેક ઈન્ટરનેશનલ મેચ અગત્યની હોય છે, તેમ જ અફઘાનિસ્તાન સામેની મેચ પણ અમારા માટે મહત્વની છે.

મિલરને અમદાવાદ ગમ્યું ! અમદાવાદ શહેર અને સ્ટેડિયમની પીચ અંગે વાત કરતા મિલરે વધુમાં કહ્યું કે, અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રેટ છે. આવતી કાલે મહત્વની મેચ રમશે જે સેમી ફાઇનલ પર અસર કરશે. લાગે છે કે, સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકો આવશે. અમદાવાદ ગ્રેટ સિટી છે.

અત્યાર સુધી વિશ્વ કપની મેચોમાં અમારું સારું પ્રદર્શન રહ્યું છે જેનો સંતોષ છે. અમારે માટે અમારી ક્ષમતાને પ્રદર્શિત કરવાની સારી તક અમને મળી છે. --ડેવિડ મિલર (ક્રિકેટર, સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ)

હરીફ ટીમના વખાણ : આગામી મેચની હરિફ એવી અફઘાનિસ્તાન ટીમ વિશે ડેવિડ મિલરે ગંભીરતાથી નિવેદન આપ્યું કે, અફઘાનિસ્તાનની ટીમ સારી છે. તેઓ ખૂબ સારું ક્રિકેટ રમી પડકાર સર્જે છે. તેમની પાસે સારા સ્પિનર અને ખૂબ સારા બેટ્સમેન છે. અમે અફઘાનિસ્તાન ટીમને ગંભીરતાથી લઇએ છીએ. અફઘાનિસ્તાન ગ્રેટ ટીમ છે.

સાઉથ આફ્રિકા ટીમની રણનીતિ : અમારા માટે બેટિંગમાં લેફ્ટ-રાઈટ બેટ્સમેનનું કોમ્બિનેશન મહત્વનું રહેશે. અમે કોઈ પણ પરિસ્થિતિને સ્વિકારી શકીએ છીએ. હું ગુજરાત ટાઇટન સાથે રમુ છું એ અનુભવ કામમાં આવશે. અહીંના સ્ટેડિયમ અને કન્ડીશનથી પરિચિત છું.

  1. ICC World Cup 2023: દક્ષિણ આફ્રિકા અફઘાનિસ્તાન સામેની મેચમાં જીત મેળવીને લીગ સ્ટેજને શાનદાર રીતે પૂર્ણ કરવા માંગે છે
  2. Cricket world cup 2023: સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચ જોવાની હોય તો આજે જ ટિકિટ બુક કરાવી લો

ABOUT THE AUTHOR

...view details