અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બિનકોંગ્રેસી લોકો દ્વારા દેખાવો, બન્ને પક્ષ વચ્ચે મારામારી - બિનકોંગ્રેસી લોકો દ્વારા દેખાવો
Published : Dec 4, 2023, 5:06 PM IST
અમદાવાદ: કોંગ્રેસ કાર્યાલય ખાતે બિનકોંગ્રેસી લોકો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષ વિપક્ષ તરીકે નિષ્ફળ જવાના આક્ષેપો સાથે જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયા નામના સંગઠનના કેટલાક કાર્યકર્તાઓ આજે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં કાર્યકરોએ કોંગ્રેસ વિરૂદ્ધ દેખાવો કર્યા હતા. જોકે આ આક્ષેપો થતાં સામે પક્ષે કોંગ્રેસના હોદ્દેદારોએ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ કરનાર લોકોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ વિપક્ષ તરીકે નિષ્ફળ છે, કોંગ્રેસ કાર્યાલયને તાળા મારી દેવા જોઈએ, કોંગ્રેસની મિલ્કતમાં હોસ્પિટલ બનાવી જોઈએ. આ વચ્ચે આક્ષેપો દરમ્યાન મામલો તંગ બની જતા કોગ્રેસના કાર્યકરો અને વિરોધ કરનાર કાર્યકર્તાઓ વચ્ચે મારામારી પણ થઇ હતી. મામલાની ગંભીરતાને લઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મારામારી કરતાં લોકોની અટકાયત કરી હતી. જો કે કોંગ્રેસ પ્રવકતા પાર્થિવરાજે જણાવ્યું હતું કે કોંગ્રેસ કાર્યાલય પર આવીને હોબાળો કરનારા આ લોકો ભાજપના કોન્ટ્રાકટ લેનારા લોકો છે અને તેઓ કોંગ્રેસી પણ નથી.