VIDEO મહિલાનું શરમજનક કૃત્ય, ઇશારા કરી સિક્યોરિટી ગાર્ડ સાથે કર્યું... - મહિલાનું શરમજનક કૃત્ય
નવી દિલ્હી/નોઈડા: ભાજપ નેતા શ્રીકાંત ત્યાગી દ્વારા નોઈડામાં એક મહિલા સાથે ગેરવર્તન કરવાનો મામલો હજુ ઠંડો પડ્યો ન હતો કે, એક મહિલા દ્વારા સુરક્ષા ગાર્ડ સાથે ગેરવર્તણૂક કરવાનો નવો મામલો સામે આવ્યો છે. સેક્ટર 126 પોલીસ સ્ટેશન વિસ્તારની એક સોસાયટીમાં મહિલાએ સિક્યોરિટી ગાર્ડ સાથે મારપીટ અને દુર્વ્યવહાર કર્યો હતો. સ્થળ પર હાજર લોકોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી મહિલા ભવ્યા રૉય સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. જ્યારે આ સમાચાર બહાર આવ્યા ત્યારે પોલીસે ગાર્ડની ફરિયાદ પર FIR નોંધીને તેને કસ્ટડીમાં લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, નોઈડાના પોલીસ સ્ટેશન સેક્ટર 126ની જેપી ગ્રીન વિશ ટાઉન સોસાયટીમાં શનિવારે મોડી સાંજે એક મહિલાએ પહેલા સોસાયટીના ગાર્ડ સાથે એન્ટ્રીને લઈને દલીલ કરી અને પછી તેની સાથે ગેરવર્તન કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે સુરક્ષાકર્મીઓએ વિરોધ કર્યો તો તેણે અભદ્ર શબ્દો બોલી હાથ ચાલાકી કરી હતી. તે જ સમયે, દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ ઘટનાની સખત નિંદા કરી છે. તેણે વાયરલ વીડિયોને ટ્વિટ કરીને પોલીસને મહિલા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. woman misbehaved with security guards, Crime viral video
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST
TAGGED:
जेपी ग्रीन विश टाउन सोसायटी