કોર્ટના આદેશ બાદ પણ નગરપાલિકાની બેદરકારી, રખડતા ઢોરે મહિલાને માર્યુ શિંગડું - સુભાષચોક વિસ્તારમાં મહિલા પર ઢોરે હુમલો કર્યો
પાટણ કોર્ટના આદેશ બાદ પણ નગરપાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી. પાટણ શહેરમાં રખડતા પશુઓના ત્રાસને નાથવામાં નગરપાલિકા અને વહીવટી તંત્ર નિષ્ફળ જોવા મળ્યું છે. માર્ગો ઉપર અડીંગો જમાવતા પશુઓ શહેરીજનો માટે આફતરૂપ બન્યા છે. અગાઉના બનાવો ઉપરથી બોધપાઠ નહીં લેનાર નગરપાલિકાના શાસકો પશુ માલિકો સામે કડક વલણ નહીં અપનાવતાં શહેરના સુભાષચોક વિસ્તારમાં એક મહિલાને ગાયે શિંગડું મારતા પેટના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અદાલતોની સક્રિયતા અને સરકારના પ્રયત્નો છતાં પાટણ શહેરમાં રખડતા પશુઓની સમસ્યાનો કોઈ હલ નથી આવતો. લોકોને જાનના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે. વૃદ્ધ લોકો ભોગ બની રહ્યા છે. જેને લઈને લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. woman attacked by stray cattle in Patan, straying cattle law, Patan municipality Negligence, Stray cattle in Patan
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST