વર્લ્ડ કપ 2023: ઉત્સાહ સાથે આવ્યા અને હતાશા સાથે પરત ફર્યા, ભારતની હાર પર શું કહ્યું ક્રિકેટપ્રેમીઓ - આઈસીસી વર્લ્ડ કપ 2023
Published : Nov 20, 2023, 8:35 AM IST
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયો જેમાં લાખોની સંખ્યામાં ક્રિકેટ રસિકો આવી પહોંચ્યા હતાં. જોકે, ભારતની હાર થતાં અને વર્લ્ડ કપ ગુમાવતા લાખો કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓ હતાશ થયાં છે, કેટલાંક દર્શકો તો ભારતીય ટીમની હારનો અંદાજ આવી જતાં સ્ટેડિયમ માંથી રવાના થઈ ગયાં હતાં જ્યારે ઓસ્ટ્રેલિયાએ જીત હાંસલ કરી તો અનેક દર્શકો રીતસર રડી પડ્યાં હતો તો કેટલાંય ભાવુક થયાં હતાં. જે ઉત્સાહ સાથે મેચ જોવા આવ્યાં હતાં તેઓ ભારે હતાશા સાથે પરત ફર્યા હતાં અને સ્ટેડિયમ બહાર તેમણે પોતાનો પ્રતિભાવ ઈટીવી ભારત સમક્ષ વ્યક્ત કર્યો હતો, શું કહ્યું ક્રિકેટપ્રેમીઓએ સાંભળો.