વલસાડમાં વરસાદના પગલે પાણી પુરવઠા પ્રધાને પરિસ્થિતિનો તાગ મેળવ્યો - Valsad Disaster Control Room
વલસાડઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને( Heavy rain in Valsad)કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જેના કારણે અનેક લોકોને સુરક્ષિત સ્થળે( Monsoon Gujarat 2022)લઈ જવામાં આવ્યા છે. ગઈકાલે મોડી રાત્રે ઔરંગા નદીમાં પૂરનું પાણી આવે તે પહેલા 500 જેટલા લોકોને સેન્ટર હોમમાં ખસેડી દેવામાં આવ્યા હતા, ત્યારે સતત જીવંત રહેતા ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત ગુજરાતના પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરીએ લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વલસાડમાં સતત લાઈવ રહેલા એવા ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત (Valsad Disaster Control Room)લીધી હતી અને જિલ્લાની તમામ નદીઓના જળસ્તર, મધુબન ડેમની સપાટી સેલટર હોમમાં કેટલા લોકોને રાખવામાં આવ્યા છે તેઓને ભોજનની વ્યવસ્થા આપવામાં આવી રહી છે કે નહીં એ તમામ રજે રજની માહિતી મેળવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST